VIDEO: ધોળકામાં દૂષિત અને કેમિલકલયુક્ત પાણી મુદ્દે મહિલાઓનો અનોખો વિરોધ
સોર્સ : gstv
ધોળકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણી મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. નગરપાલિકાના ગંદા પાણી અને ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણીથી પિડાતા ખેડૂતોના સમર્થનમાં ગઈકાલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા.તંત્ર દ્વારા સાંજ સુધી સમસ્યાના નિવારણ અંગે કોઈ લેખિત ખાતરી ન મળતા ખેડૂતોએ રાત્રે પણ આંદોલન ચાલુ રાખ્યું હતું.આજે ગણેશ વિસર્જનનો પવિત્ર દિવસ હોવાથી ખેડૂતોએ પ્રાંત કચેરી સામે મંડપ બાંધી, ગણેશજીની મૂર્તિ છે રાખી અનોખો વિરોધ નોંધાવ્યો છે.રાત્રિ દરમિયાન મહિલાઓ સાથે પ્રાંત કચેરી ખાતે જ ભોજન લેવું પડતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સરકાર ના નારી શક્તિના દાવાઓ સામે પણ સવાલો ઉઠ્યા હતા.

