VIDEO: બાવળા નજીક રીલ્સ બનાવતા પાણીમાં તણાયેલા ત્રણ યુવકોમાંથી મહિલાએ એકને સાડીથી બચાવ્યો
સોર્સ : gstv
સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાનો ઘેલો ક્રેઝ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. સાણંદના જુવાલ-માણકોલ રોડ પર વહેતી પાણીની ડીપ પરથી રીલ્સ અને ફોટા પાડતી વખતે ત્રણ યુવકો ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ દુર્ઘટના સમયે હાજર એક સ્થાનિક મહિલાએ અદ્ભુત સમયસૂચકતા દાખવી પોતાની સાડી ફેંકીને ૨૫ વર્ષીય મહેશભાઈ પટેલને સલામત રીતે બહાર ખેંચી બચાવી લીધા હતા. બીજી તરફ, ૨૧ વર્ષીય રાજેશભાઈ રાઠોડ પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જતાં લાપતા થયા છે. ઘટનાની જાણ થતાં જ બાવળા પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર પહોંચ્યા હતા. અંધારું થવાના કારણે સાંજે શોધખોળ અટકાવી સવારે ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

