VIDEO : 'સરકારી બંગલો કે ગાડીનો ઉપયોગ નહીં કરે', Ahmedabad ના નવા મેયરનો સાદગીભર્યો નિર્ણય
સોર્સ : gstv
અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે સાદગીભર્યો નિર્ણય લઈ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મેયર બન્યા બાદ હિતેશ બારોટે જાહેરાત કરી છે કે તેઓ મેયર બંગલાનો ઉપયોગ નહીં કરે. ઉપરાંત કોઈ મુલાકાતી બુકે અથવા ગિફ્ટ લઈને ન આવે તેવી પણ અપીલ કરી છે. હિતેશ બારોટે જણાવ્યું કે તેઓ કોર્પોરેશનની સરકારી ગાડીનો ઉપયોગ પણ નહીં કરે અને પોતાના ખાનગી વાહનથી જ અવરજવર કરશે.

