Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Attempted murder accused attacks Crime Branch team, police fire on accused's legs

Ahmedabad news: હત્યાના પ્રયાસના આરોપીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો, પોલીસે સામે પગમાં ધરબી દીધી ગોળી

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: હત્યાના પ્રયાસના આરોપીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો, પોલીસે સામે પગમાં ધરબી દીધી ગોળી
સોર્સ : gstv

 અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારનારા કુખ્યાત ગુનેગારો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અને માથાભારે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામો અભેસિંહ બારડને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જોકે, આ ધરપકડ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં આરોપીએ પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કરીને તેને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો.

App Store

ધરપકડ દરમિયાન હિંસક ઝપાઝપી, પોલીસ પર હુમલાનો પ્રયાસ

ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામો ચોક્કસ લોકેશન પર હાજર છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ચારેય તરફથી ઘેરીને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને પોતાની તરફ આવતી જોઈને આરોપી ધામાએ શરણાગતિ સ્વીકારવાને બદલે હિંસક પ્રતિકાર કર્યો હતો.

તેણે પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને પગલે પોલીસ અને આરોપી વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અને આત્મરક્ષણ માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી, જેમાં પિસ્તોલમાંથી છૂટેલી ગોળી આરોપીના પગમાં વાગી હતી. પગમાં ગોળી વાગતાં જ આરોપી નીચે ફસડાયો હતો અને પોલીસે તેને તુરંત જ કાબૂમાં લઈને કસ્ટડીમાં લીધો હતો. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.