Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Why are you paying the salaries of policemen if they are not working?

પોલીસના જવાનો કામ ના કરતા હોય તો કેમ પગાર ચૂકવો છો, રસ્તા પર દબાણો મામલે હાઈકોર્ટ લાલઘૂમ

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2025
લાઇવ ટીવીGoogle News
પોલીસના જવાનો કામ ના કરતા હોય તો કેમ પગાર ચૂકવો છો, રસ્તા પર દબાણો મામલે હાઈકોર્ટ લાલઘૂમ

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને એએમસી સત્તાવાળાઓનો ઉધડો લઈ નાંખ્યો હતો. જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે શહેરમાં જાહેર રસ્તાઓ પર લારી-ગલ્લાવાળા, પાથરણાંવાળા સહિતના દબાણો અને ટ્રાફિકની સર્જાયેલી વિકટ સમસ્યાને લઈ બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. 

App Store

'પોલીસ પગાર મેળવતા છતાં કોઈ કામગીરી જ કરતી નથી'

ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ સહિતના સત્તાધીશોને ફટકાર લગાવતાં જણાવ્યું હતુ કે, 'પોલીસ મહેનતાણું (પગાર) મેળવતી હોવાછતાં કોઈ કામગીરી જ કરતી નથી અને મૂકપ્રેક્ષક બની તમાશો જોયા કરે છે. હાઇકોર્ટે આ કન્ટેમ્પ્ટ કેસમાં સત્તાધીશો વિરૂદ્ધ કેમ ચાર્જ ફ્રેમ ના કરવો એટલે સુધીની ચીમકી ઉચ્ચારી હતી. 

છેવેટ મુખ્ય સરકારી વકીલની વિનંતીને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે ફરીવાર કામગીરીનો રિપોર્ટ રજૂ કરવાની તક આપી હતી. આગળની સુનાવણી છઠ્ઠી ફેબ્રુઆરીએ રાખી હતી. શહેરના માર્ગો પર દબાણ, ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોર સહિતના મુદ્દા પરની કન્ટેમ્પ્ટ પિટિશનમાં 28મી જાન્યુઆરી હાઈકોર્ટે ફરી એકવાર શહેર પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને સરકારના સત્તાવાળાઓને ફટકાર લગાવી હતી. 

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'છેલ્લા છ વર્ષથી આ મેટર ચાલે છે અને મેટરની સુનાવલી હોય ત્યારે સત્તાવાળાઓ દેખાડવા માટે કામ મારે છે. હવે જાણે સત્તાવાળાઓ રૂટીન આ કેસમાં કાનૂની સેવા સત્તામંડળ પાસેથી બે વખત રિપોર્ટે પણ મંગાવ્યા છે. શહેરમાં આજે એ હદે ગંભીર પરિસ્થિતિ છે કે, જાહેર રસ્તાઓ લારી-ગલ્લાવાળા, પાથરણાંવાળા અને કાયમી દબાશોએ કબજે કરી લીધા છે. લગભગ 50 ટકા રોડ તો આ લોકો કબજે કરી લે છે તો મુખ્ય રોડ ઓ છે કયાં..? વાહનો ચલાવવા માટે કે નાગરિકો માટે રોડ કે ફુટપાથ ક્યાં બચે છે..? એક વખત દબાણો હટાવ્યા પછી પાછા ના આવે એ પ્રકારની આકરી અને પરિણામલક્ષી કામગીરી કરો.'

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, 'અમે નજરે જોયુ છે કે, જાહેર રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હોય તો પણ ટ્રાફિક પોલીસની જીપ ત્યાં જ હતી છતાં પોલીસ જવાને જીપમાંથી ઉતરવાની તસ્દી સુધ્ધાં લીધી નહીં. પોલીસ આંખો બંધ કરીને જાણે બેસી રહી છે તો અદાલત કસૂરવાર અધિકારીઓ વિરૂદ્ધ કેમ ચાર્જ કેમ ના કરે. કારણ કે, પોલીસ હોય કે કોર્પોરેશન ઉચ્ચ અધિકારીઓની એ જોવાની ફરજ છે કે, તેમના તાબાના અધિકારીઓ, કર્મચારીઓ કે જવાનો યોગ્ય અને અસરકારક રીતે ફરજ નિભાવી રહ્યા છે કે નહીં.'

આ દરમિયાન એડવોકેટ અમિત પંચાલે અદાલતને જણાવ્યું કે, છેલ્લા છ-સાત વર્ષથી આ કેસની સુનાવણી ચાલે છે. અત્યાર સુધીમાં 102 સુનાવણીઓ અને 62 જેટલા હાઈકોર્ટ દ્વારા હુકમો કરાયા છે. છતાં સત્તાવાળાઓ દ્વારા તેનું અસરકારક પાલન કરાવાયુ નથી. ઉલ્ટાનો ગેરકાયદે દબાણો, ગેરકાયદે પાર્કિંગ સહિત તમામ મુદ્દે હાઈકોર્ટના આદેશોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. તેથી હાઈકોર્ટે હવે કસૂરવાર અધિકારીઓ અને સત્તાવાળાઓ વિરૂદ્ધ ચાર્જહેમ કરી અદાલતી તિરસ્કારની કાર્યવાહી આગળ ધપાવવી જોઈએ.' 

રસ્તા પરના દબાણો, ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ 

હાઇકોર્ટે જણાવ્યું કે, હાઈકોર્ટની જુદી-જુદી બેન્ચ સમક્ષ મેટરની સુનાવણી નીકળે છે અને તે સમયે થોડીવાર કોર્ટને બતાવવા માટે કામગીરી દેખાડાય છે અને પછી બધુ હતું એમ ને એમ થઈ જાય છે. આ કયાં સુધી ચાલશે. કાયદો છે પરંતુ તેની અમલવારી નથી. રોંગ સાઈડ, ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફિક સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સુનાવણી વખતે થોડા સમય માટે તમે પાલન કરો છો, પરંતુ ત્યારબાદ સત્તાવાળાઓ કેમ નિષ્ક્રિય બની રહ્યા છે. ખરેખર તો કોર્ટમાં સુનાવણી ના હોય તો પણ કાયદાનું પાલન થવુ જોઈએ.'

'ભય બિના પ્રીતિ ના હોઈ...આકરા પગલાં લેવા જ પડે'

આ કેસમાં કોર્ટ સહાયક ભાસ્કર તન્નાએ જણાવ્યું હતું કે, 'આ સમસ્યાઓનો એક જ ઉકેલ છે. ભય બિના પ્રીતિ ના હોઈ. કેમેરા સીસ્ટમ અને આકરા દંડની સીસ્ટમ સાથે આકરા પગલાં લેવા જ પડે. જેથી હાRકોર્ટે આ બાબતે સંમંતિ દર્શાવતા સત્તાવાળાઓને ટકોર કરી કે, જો તમે કાયદો તોડનારા તત્ત્વોને નાથી ના શકતા હોય તો તમારી ટેકનોલોજી અને પ્રયાસો શું કામના? તમે ઓર્ડરના જથ્થાઓ તો જુઓ..સત્તાવાળાઓ કેમ હુકમનું પાલન કરતા નથી. આ હાઇકોર્ટના હુકમનો સરેઆમ ભંગ અને અનાદર છે. અદાલત કસૂરવાર અધિકારીઓ વિરૂદ્ધ ચાર્જકેમ કરશે.'

પાર્કિંગ પોલિસી કે રોડ સેફ્ટી એકટનો પણ અમલ નથી 

હાઈકોર્ટે એ બાબતની પણ ગંભીર નોંધ લીધી કે, અમદાવાદ શહેરની 2021ની પાર્કિંગ પોલિસી કે ગુજરાત રોડ સેફ્ટી એકટ-2018નો પણ અસરકારક અમલ નથી. શહેરમાં દરેક જગ્યાએ ચાર રસ્તે, ફુટપાથ પર અને જાહેર રસ્તાઓ પર ગેરકાયદે દબાણો અને અતિક્રમણના દ્રશ્યો સામાન્ય બન્યા છે. છેલ્લા છ વર્ષથી કોર્ટ આશા રાખે છે કે, હુકમોનું પાલન થાય અને નાગરિકો સુરક્ષાનો અનુભવ પરંતુ તેમ કરવામાં અને સ્થિતિને હન્ડલ કરવામાં સરકાર નિષ્ફળ છે. 

જસ્ટિસ એ.એસ.સુપહિયાએ પોતાનો કડવો અનુભવ વર્ણવ્યો 

જસ્ટિસ એ.એસ. સુપહિયાએ પોતાનો એક કડવો અનુભવ વર્ણવતાં જણાવ્યું હતું કે, 'રસ્તા કે ફુટપાથ પરથી એક વખત દબાણો દૂર કર્યા પછી ત્યાં ને ત્યાં જ લોકો બેસી જાય છે અને દબાણો કરી દે છે. તે એક બ્રિજ બની રહ્યો હતો તે જંક્શન પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક ચક્કાજામ હતો એટલે તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા અને ત્યાં બાજુમાં ટ્રાફિક પોલીસની કેબીન હતી. ત્યા જઈને જોયુ તો, એક ટ્રાફિક જવાન કેબીનમાં મોબાઇલ જોઈ રહ્યો હતો, પરંતુ તેણે ટ્રાફિક ખુલ્લો કરવાની તસ્દી સુધ્ધાં લીધી નહોતી. ગ્રાઉન્ડ પર તમારા કોન્સ્ટેબલ અને જવાનો કામ કરતા નથી. જો તમે કાયદાનું અસરકારક પાલન કરાવી ના શકતા હોવ તો જો તેઓ તેમની ફરજ યોગ્ય રીતે બજાવતા ના હોય તો તેમને કેમ પગાર અપાય છે? ના હોય તો કોઈ એજન્સીને કામ સોંપી દો.'