અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ ટ્રક ચાલકે PIની ગાડીને અડફેટે લીધી, ડ્રાઈવરની થઈ ધરપકડ

અમદાવાદમાં હિટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકચાલકે PIની ગાડીને ટક્કર મારી હોવાની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પોલીસની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આજે બુધવારે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીઓ કાલુપુર સર્કલથી સારંગપુર તરફ જતા બીબીસી માર્કેટ નજીક નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સારંગપુર વિસ્તારમાં વહેલી સવારે લગભગ 3:00 વાગ્યે PIની કારને એક ટ્ર્ક ચાલકે ગંભીર રીતે ટક્કર મારી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ટ્રકચાલક અલ્કેશકુમાર કટારાની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન હાજર ન રહેતા સરકાર અને AMCની કાઢી ઝાટકણી, જાણો શું છે મામલો
PIની કારને ટ્ર્કની ટક્કર, એક આરોપી કરાઈ ધરપકડ
સમગ્ર ઘટનાને લઈને ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે જણાવ્યુ હતુ કે, એક અજાણ્યો ટ્રક ચાલક બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો, ત્યારે તેણે સરકારી વાહનને ટક્કર મારી અને રોકાયા વિના ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા વાહનનો રજીસ્ટ્રેશન નંબર શોધીને દાહોદ જિલ્લાના ફતેપુરાના રહેવાસી અલ્કેશકુમાર કમાજીભાઈ કટારા નામના ટ્રક ડ્રાઇવર ધરપકડ કરી લેવામાં આવી છે.
સમગ્ર ઘટનામાં અકસ્માત સમયે આરોપી દારૂના નશામાં હતો કે નહી તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરાશે. જ્યારે પોલીસે આરોપીને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.

