અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડી મામલે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સની કરી ધરપકડ

અમદાવાદમાં ઓનલાઈન ખરીદી મામલે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. જેમાં ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઓનલાઈન મંગાવીને ઠગાઈ કરવામાં આવી હતી. આરોપીઓ ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઓનલાઈન મંગાવતા અને પેમેન્ટ ગેટવેમાં ચેડા કરીને કિંમત ઓછી કરી નાખતા હતા. ત્યારબાદ તેને વધુ કિંમતે વેચતા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં પૈસાની લેવડદેવડ મામલે યુવકનું અપહરણ, પોલીસે કરી એકની ધરપકડ
અમદાવાદમાંથી અવારનવાર ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં કેટલાક શખ્સ ઓનલાઈન ખરીદી કરતા અને ત્યારબાદ પેમેન્ટ ગેટવેમાં કોઈ રીતે ચેડાં કરીને તેની કિંમત ઓછી કરતા. બાદમાં ભૂતિયા સરનામાં પર વસ્તુઓ મંગાવતા અને તે જ વસ્તુઓ મોંધી કિંમતે વેચી નાખતા હતા. સમગ્ર મામલાની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચે આ ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ આરોપીઓ સામે ગુનો નોંધી પુછપરછ શરૂ કરવામાં આવી છે.

