Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Youth kidnapped over money transaction, police arrest one

અમદાવાદમાં પૈસાની લેવડદેવડ મામલે યુવકનું અપહરણ, પોલીસે કરી એકની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં પૈસાની લેવડદેવડ મામલે યુવકનું અપહરણ, પોલીસે કરી એકની ધરપકડ

અમદાવાદમાં પૈસાની લેવડદેવડ મામલે યુવકનું અપહરણ કરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવકના પિતાએ પૈસા આપી દીધા બાદ પણ આરોપીઓ પૈસાની ઉઘરાણી કરતા હતા. આખરે પોલીસ ફરિયાદ દાખલ કરાતા પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

App Store

આ પણ વાંચો : અમદાવાદમાં યુવકને આર્થિક લેવડ-દેવડમાં હેરાન કરવાના મામલે PI સહિત 3 પોલીસકર્મી વિરૃદ્ધ ફરિયાદ

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં એઝાઝ સૈયદ નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં દોઢ લાખ રૂપિયા માટે ત્રણ શખ્સોએ યુવકનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકના પિતાએ ઉછીના લીધેલા 1.5 લાખ રુપિયા પરત કર્યા બાદ પણ આરોપીઓએ ઉઘરાણી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે અકબર વોરા, આફતાબ શેખ અને અવેશ શેખ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં વટવા પોલીસે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.