VIDEO: વેકેશનમાં મુસાફરોની વધતી સંખ્યા અને માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો મહત્ત્વપૂર્ણ નિર્ણય, લોકોને મળશે મોટી રાહત
ઉનાળાની વેકેશન સીઝન શરૂ થતાં જ રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની લાંબી લાઈનો અને ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોની આ વધતી સંખ્યા અને માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વેકેશનમાં વતન જતા લોકોને મોટી રાહત મળશે. પશ્ચિમ રેલવે દ્વારા ઉત્તર ભારત તરફ જતા મુસાફરો માટે ૩૩ વેકેશન સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુપી, બિહાર અને પટના સહિતના રૂટ પર ભારે ધસારો હોવાથી આ વધારાની ટ્રેનો શરૂ કરાઈ છે, જેમાં હાલ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે. મુસાફરોને ટ્રેનમાં કન્ફર્મ સીટ મળી રહે અને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશનો પર વધારાની સુરક્ષા, પીવાના પાણી અને અન્ય પાયાની સુવિધાઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

