Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Waterlogging problem in Bhopal-Ghuma area will end permanently, AMC's ₹142 crore master plan ready

VIDEO: બોપલ-ઘુમા વિસ્તારમાં જળભરાવની સમસ્યાનો થશે કાયમી અંત, AMCનો ₹142 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના બોપલ – ઘુમા વિસ્તારમાં જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ૧૪૨ કરોડના સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ્સ હાથ ધરાશે . કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી અમિત શાહની સૂચના બાદ હાઇડ્રોલોજિકલ સર્વે આધારિત સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન અંતર્ગત ડી. પી. આર. તૈયાર કરી ત્રણ કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરવાનું આયોજન છે.

App Store

સ્ટોર્મ વોટર પમ્પિંગ થકી પાણીનો ઝડપી નિકાલ થશે

બોપલ તળાવ, ઘુમા તળાવ તથા રત્ના તળાવના કુલ ૧૧.૫૦ ચો.કિમી. કેચમેન્ટ વિસ્તારને આ યોજના હેઠળ આવરી લેવાશે. રત્ના તળાવ, બોપલ તથા ઘુમા તળાવ ખાતે સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન તથા રાઇઝિંગ મેઇન થકી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે. વર્ષ ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થયેલ બોપલ, ઘુમા સહિતના પશ્ચિમ વિસ્તારોમાં નીચાણવાળી ભૌગોલિક પરિસ્થિતિ તથા અગાઉથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવના કારણે ભારે વરસાદ દરમિયાન જળભરાવની સમસ્યા સર્જાય છે.

હાઇડ્રોલોજિકલ અભ્યાસ બાદ તૈયાર કરાયો પ્લાન

ચાલુ ચોમાસામાં ટૂંકા ગાળામાં અંદાજે ૧૮ ઇંચ જેટલો અતિભારે વરસાદ થતાં બોપલ-ઘુમા પટ્ટામાં બસંત બહાર સોસાયટી તથા સાઉથ બોપલની અનેક રહેણાંક સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાઇડ્રોલોજિકલ અભ્યાસ (વરસાદી પાણીના કુદરતી વહેણ અને ઢાળનો વૈજ્ઞાનિક અભ્યાસ) કરી ઝોનવાર સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડી. પી. આર.) તૈયાર કરવા ટેન્ડર કરાયા છે.