VIDEO: અમદાવાદમના બોપલમાં વરસાદના 3 દિવસ બાદ પણ પાણી યથાવત...કોંગ્રેસના તંત્ર સામે સવાલ
સોર્સ : gstv
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા સામાન્ય નાગરિકોને હાશકારો થયો છે..પરંતુ હજુ પણ બોપલના કેટલાક વિસ્તારમાં પાણી ઉતર્યુ નથી...જેને લઈને કોંગ્રેસના પ્રવક્તાએ કોર્પોરેશન તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.. બોપલના આરોહી ક્લબ રોડ પર આવેલા ભાગવત બંગલોઝ સહિત શિવાલય, આયર્મન અને ઘુમા ગામ રોડ વિસ્તારમાં ત્રણ દિવસ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. અને રહીશોનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્ર કામગીરી ઝડપી કરવામાં નિષ્ફળ ગયુ હોવાનો મનિષ દોશીએ આરોપ લગાવ્યો છે...

