VIDEO: બોપલમાં ભરાયેલા પાણીમાં સ્કૂલ બસ ફસાઈ
સોર્સ : gstv
અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ સમગ્ર શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. બોપલ વિસ્તારમાં આકાશ રેસીડેન્સી પાસે પાણી ભરાતા એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. પાણીના ભરાવાના કારણે બસની અવરજવર અટકી જતા મુશ્કેલી સર્જાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે વાહનચાલકો સહિત સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

