VIDEO: અમદાવાદમાં પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળો વકર્યો
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભારે માથું ઉંચક્યું છે અને શહેરીજનો મચ્છર તેમજ પાણીજન્ય રોગચાળાનો શિકાર બની રહ્યા છે. શહેરમાં ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા અને લાંભા સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ માસના માત્ર ૨૩ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો, શહેરમાં ડેન્ગ્યુના ૧૪૭ કેસ, ઝાડા-ઉલ્ટીના ૨૭૩, ટાઇફોઇડના ૧૫૩, સાદા મલેરિયાના ૭૬, કમળાના ૫૨, ઝેરી મલેરિયાના ૧૪ અને ચિકનગુનિયાના ૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. સતત વધી રહેલા આ આંકડાઓએ આરોગ્ય વિભાગ અને સ્થાનિક રહીશોની ચિંતા વધારી દીધી છે.

