VIDEO: અમદાવાદમાં 41માં રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાનો શુભારંભ
સોર્સ : gstv
અમદાવાદની M&J ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલમોલોજી ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે 41માં રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે નેત્રદાતા પરિવારનું સન્માન કરાયું હતું. દેશમાં 1.5 લાખ લોકો કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. મૃત્યુના 3 કલાક સુધી આંખોનું દાન શક્ય છે, જેથી ચક્ષુદાન અને અંગદાન થકી અન્યના જીવનમાં રોશની લાવી શકાય તેવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો

