VIDEO: અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના વધતા કેસોથી તંત્ર સતર્ક
સોર્સ : gstv
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ચાલુ મહિનામાં અત્યાર સુધી સ્વાઈન ફ્લૂના 30 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની હિસ્ટ્રીની તપાસ કરવામાં આવશે. સંક્રમણને નિયંત્રિત કરવા જરૂરિયાત મુજબ આઈસોલેશન બોર્ડ ઊભા કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

