Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Case registered against in-laws in Ahmedabad for demanding ₹50 lakh from a married woman and subjecting her to monstrous atrocities.

VIDEO: અમદાવાદમાં પરિણીતા પાસે 50 લાખની માંગણી કરી રાક્ષસી અત્યાચાર આચરનાર સાસરિયા સામે ગુનો

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના રાણીપ વિસ્તારમાં વિદ્યાસહાયક પરિણીતા પર સાસરિયાઓએ શારીરિક અને માનસિક અત્યાચાર આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. મકાન ખરીદવા પિયરમાંથી ૫૦ લાખ રૂપિયા લાવવા બાબતે પરેશાન કરી, નાણાં લાવવાની ના પાડતાં પતિએ ઢોર માર મારી મોં પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. ૨૦૨૪માં ઘાટલોડિયાના યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી પીડિતાના ફોન પર કંટ્રોલ રાખી સ્કૂલે પહોંચીને પણ પરેશાની કરવામાં આવતી હતી. એટલું જ નહીં, પતિએ પોતે આપઘાત કરી પરિવારને ફસાવી દેવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે પીડિતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store