Ahmedabad: હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન આજે 5મી વખત પાણીની લાઈન તૂટી, લાખો લિટર પાણી વેડફાયું
સોર્સ : gstv
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં જર્જરિત ઓવરબ્રિજનું માળખું ઉતારવાની કામગીરી દરમિયાન સતત પાંચમી વખત પાણીનો બગાડ થયો. AMCની ગંભીર બેદરકારીના કારણે લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ, ખોખરા સર્કલ પાસે પાણીની લાઈન તૂટતા ખોખરા વોર્ડના નાગરિકો આજે પીવાના પાણીથી વંચિત રહ્યા હતા. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ બ્લોકો, ખોખરા ગામ તેમજ લક્ષ્મીનારાયણ વિસ્તાર અને હાટકેશ્વર રિંગ રોડ આસપાસના વિસ્તારોમાં પણ પાણી પુરવઠો ખોરવાયો હતો.

