VIDEO: ધોળકાના ભેટાવાડામાં કેમિકલ યુક્ત પાણી સામે ગ્રામજનોનું આંદોલન: ઈશુદાન ગઢવી સમર્થનમાં આવ્યા
સોર્સ : gstv
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે છેલ્લા ૧૫ વર્ષથી કેમિકલ યુક્ત દૂષિત પાણીની ગંભીર સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દૂષિત પાણીના કારણે પાંચ ગામોની ફળદ્રુપ જમીન અને ખેતી નષ્ટ થઈ ગઈ છે, તેમજ અનેક લોકો કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે. કાયમી ઉકેલની માગ સાથે ગ્રામજનો છેલ્લા છ દિવસથી વિરોધ આંદોલન કરી રહ્યા છે. આંદોલનના છઠ્ઠાિવસે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ભેટાવાડા પહોંચી ગ્રામજનોના સમર્થનમાં જોડાણા હતા. તેમણે સરકાર અને તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે, સ્થાનિક નેતાઓ અને તંત્ર બધું જ જાણવા છતાં કોઈ ઉકેલ લાવતું નથી. તેમણે ગામલોકોને અંત સુધી સાથે રહેવાની ખાતરી આપી હતી.

