VIDEO: ધોળકાના ભેટાવાડા ગામે પ્રદૂષિત પાણીની ગંભીર સમસ્યાને લીધે લોકોનો ભારે વિરોધ
સોર્સ : gstv
અમદાવાદના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે આજે ગામ લોકો ઉગ્ર આંદોલન પર ઉતર્યા છે. ધોળકા નગરપાલિકા દ્વારા છોડાતા ગટરના પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોના કેમિકલ યુક્ત ઝેરી પાણીના કારણે ગામમાં પીવાના પાણી અને ખેતીની જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ પ્રદૂષિત પાણીને લીધે સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસરો જોવા મળી રહી છે. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા, આજે ગામ લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં મંડપ બાંધી આંદોલન કરી રહ્યા છે. તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ વ્યાપેલો છે.

