Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Several villages of Dholera and Dholka under water due to heavy rains

VIDEO: ANDARNI VAAT / ભારે વરસાદના કારણે ધોલેરા અને ધોળકાના અનેક ગામો પાણીમાં

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 અમદાવાદમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે શહેર અને ગ્રામિણ વિસ્તારમાં અનેક ગામ અને અનેક ભાગ હજુ પણ છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધોલેરાના અનેક ગામ બેટમાં ફેરવાયા હતા. ધોલેરા અને ધોળકોના ગામમાં સાબરમતી અને ભોગાવો નદીમાંથી ઉપરવાસમાંથી પાણી આવતા ધોલેરા અને ધોળકાના વાની તળાવ-પીપળી--ભેટાવાડા-ત્રાસદ-નેસડા જેવા ગામ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ધોલેરા નિચાણવાળો ભાગ છે. જ્યાં ભોગાવો નદીનું પાણી ભેગુ થઇને સમુદ્રમાં ભળે છે. ઘોલેરાના વાનીતળાવ ગામ આખું પાણીમાં ડૂંબી ગયું હતું. ગામમાં ચારથી સાત ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા. ગામનાં તમામ ઘરમાં પાણી ઘૂંસી ગયા હતા. ઘરમાં પાણી ઘૂસી જતા ગામ લોકોના માલ-સામાન પલળી ગયો હતો. અચાનક આવેલા પાણીને કારણે લોકોને પોતાની વસ્તુ ઉપર પહોંચાડવાનો સમય પણ મળ્યો ન હતો. ગામ લોકો પોતાના પશુઓને મહામહેનતે બાહર કાઢ્યા હતા. વાની તળાવ ગામમાં અનેક લોકો ફસાયા હતા. આ લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીંમ ઉતારવી પડી હતી. એનડીઆરએફએ 30થી 40 લોકોનું બોટના માધ્યમથી રેસ્કયુ કર્યું હતું. વાની તળાવ સાથે ધોળકાના પિંપળી ગામમાં પણ સાબરમતી નદીનાં પાણી ઘૂંસી ગયા હતા. પિપળી ગામ આખું પાણીમાં ડૂંબી ગયું હતું. ગામ ચારે બાજુથી પાણીમાં ડૂંબેલું હોવાથી સંપર્ક વિહોણું બની ગયું હતું. ગામના સીમ વિસ્તારમાં પાંચથી સાત ફૂટ જેટલા પાણી ભરાયા હતા તો ઘરમાં ત્રણથી ચાર ફૂટ પાણી જોવા મળ્યા હતા. વહીવટી તંત્રએ કામગીરી તત્કાલ કામગીરી કરીને લોકોને સલામત સ્થળે લઇ જવાનો પ્રયત્ન ક્યો હતો. જો કે ગામમાં જવાના તમામ રસ્તા બંધ થતા ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ દ્રારા બહાર કઢવામાં આવ્યા હતા. ધોલકાના ભેટાવાડા- ત્રાસદ - જલાલપુર વગેરે ગામની પણ આ જ હાલત જોવા મળી હતી. સબરમતી અને ભોગાવો નદીના પાણીનો પ્રવાહ ચાલું હોવાથી હજુ પણ થોડા દિવસ ગામ લોકોને પાણીથી રાહત મળે તેવી સંભાવના નથી. આ વર્ષે અમદાવાદ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસતા સ્થિતિ ગંભીર બની હતી.

App Store

-- બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News