VIDEO: ધોળકાના ભેટાવાડા ગામમાં ભારે નુકસાન, વહીવટીતંત્ર ટીમે સર્વે હાથ ધર્યું
સોર્સ : gstv
ધોળકા તાલુકામાં ભારે વરસાદ બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ભેટાવાડા ગામમાં અમદાવાદ કલેક્ટર અને ડીડીઓની સીધી દેખરેખ હેઠળ નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે.ડિઝાસ્ટર અધિકારી અને ટીડીઓ મહિપતસિંહ ઝાલાએ જણાવ્યું કે તાલુકામાં અને ભેટાવાડા ગામમાં કેટલાક મકાનોને ક્ષતિ થઈ છે. જાખડા ગામે પશુમૃત્યુ પણ નોંધાયું છે. પીડિતોને કોઈ તકલીફ ન પડે તે માટે રાશન વિતરણ, આરોગ્ય સેવા અને ઘરે-ઘરે સર્વેની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. અસરગ્રસ્તોને વહેલી તકે યોગ્ય વળતર આપવાની તૈયારીઓ ચાલુ છે.

