VIDEO: અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના બે કેસ નોંધાતાં તકેદારી
સોર્સ : gstv
અમદાવાદમાં H1N1 વાયરસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં H1N1ના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. હોસ્પિટલમાં કુલ 18 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બંને દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કેસમાં વધારો થાય તો સારવાર માટે સિવિલ તંત્ર સજ્જ હોવાનું જણાવાયું છે. હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ, દવાઓ અને જરૂરી સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. નિષ્ણાત તબીબોએ લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે. H1N1ના સામાન્ય લક્ષણોમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા તેમજ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અને હાથની સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ છે.

