VIDEO: શાહીબાગ વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે બેદરકારી બદલ દુકાનને સીલ કરી દીધી
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલી રહેલી પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શાહીબાગ વિસ્તારમાં ગેરરીતિ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સવારના રાઉન્ડ દરમિયાન નમસ્કાર સર્કલ પાસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નજીકની એક દુકાન દ્વારા કેચપીટમાં ફૂડ વેસ્ટ અને કચરો નાખવામાં આવ્યો હતો, જે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરી શકે તેમ હતો. આ ગંભીર બેદરકારી બદલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તાત્કાલિક પગલાં ભરીને સંબંધિત દુકાનને સીલ કરી દીધી છે. મ્યુનિસિપલ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં જળબંબાકારની સ્થિતિ રોકવા માટે નિયમોનું કડક પાલન કરવામાં આવશે અને કેચપીટ કે જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક ઝુંબેશ ચાલુ રહેશે

