VIDEO: શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં, દર્દીના મોત બાદ પરિવારનો હોબાળો
સોર્સ : GSTV
અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી ડોક્ટરની બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્વજનોના જણાવ્યા મુજબ દર્દીને પેટમાં ગેસની સમસ્યાને કારણે શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ દર્દીનું મોત થયું હતું. દર્દીના મોતથી પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસની માંગ ઉઠી રહી છે.

