VIDEO:બાવળામાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે સનાતમ ધર્મના મૂલ્યો વિશે વાત કરી
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ સંકુલમાં દ્વારકા પીઠાધીશ્વર આદ્ય જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન નિશ્રામાં ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.... આ પ્રસંગે ચૈતન્ય શંભુ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા... ધર્મસભાને સંબોધતા શંકરાચાર્યજી મહારાજે સનાતન ધર્મના મૂલ્યો, આધ્યાત્મિક પરંપરા અને સંસ્કૃતિના જતન પર ભાર મૂક્યો. તેમણે યુવાઓને આધ્યાત્મિક શાસ્ત્રોનો અભ્યાસ કરી સદાચારપૂર્ણ જીવન જીવવા અનુરોધ કર્યો...કાર્યક્રમમાં બાવળા અને આસપાસના વિસ્તારોમાંથી બ્રહ્મ સમાજ સહિત વિવિધ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા...

