VIDEO: બાવળામાં ભાજપ પ્રમુખ વિશ્વકર્માના નિવેદનને લઈ ઠાકોર સમાજમાં રોષ, આંદોલનની ચિમકી ઉચ્ચારી
સોર્સ : gstv
બાવળામાં વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદનના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમાજના આગેવાન શૈલેષ પરમારના નેતૃત્વમાં રેલી સ્વરૂપે લોકો બાવળા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો ગેનીબેન ઠાકોરની જાહેર માફી નહીં માંગવામાં આવે તો આવનાર સમયમાં ગુજરાત બંધ અને રોડ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

