VIDEO: બાવળામાં ગેસ લાઇન લીકેજ થતાં મચી દોડધામ, ખોદકામ દરમિયાન બન્યો હતો બનાવ
સોર્સ : GSTV
અમદાવાદના બાવળામાં ગેસ લાઇન લીકેજની ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં બે જગ્યાએ ગેસ લાઇન લીકેજ થયું હતું. બાવળા હાઈવે પર આવેલા પ્રવીણ પેટ્રોલ પંપ પાસે તેમજ સોસાયટી વિસ્તારમાં ગેસ લાઇન લીકેજ થતાં હવામાં ગેસના ફુવારા ઊડતા જોવા મળ્યા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ લાઇન બંધ કરવા તજવીજ હાથ ધરાઈ છે અને પ્રાથમિક માહિતી મુજબ નગરપાલિકા દ્વારા ગટર લાઇન ખોદકામ દરમિયાન ગેસ લાઇનને નુકસાન પહોંચતા લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે.

