VIDEO: પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિશ્વ એકતા, વિશ્વાસ માટે ધ્યાન સેવા યોજનાનું ઉદ્ઘાટન
VIDEO: પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન સેવા યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થાના હીરક વર્ષમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતના પૂર્વ સચિવ પી. કે. લહેરી, ટેક્સ કન્સલટ મુકેશ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા શાંતિ અને વિશ્વાસની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાર્યકમમાં ધ્યાન અને આધ્યાત્મિક અનુભૂતિની સાથે એક સંગીત સંધ્યાન પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં 3500થી વધુ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે. વર્તમાન સમયમાં તણાવ અને સંબંધમાં રહેલા અવિશ્વાસ તેમજ ખટાશને દૂર કરવા ધ્યાનથી પરમપિતાને જોડવાને સેતુ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ધ્યાન દ્વારા તમામ ભાવનાને વિકસિત કરી શકીએ. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના વિવિધ કેન્દ્રોથી આવેલી બહેનો પણ જોડાઈ છે.

