Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Meteorological Department forecast: Wind will blow for the next week, know will the cold increase or decrease in your city?

VIDEO: હવામાન વિભાગની આગાહી: આગામી એક અઠવાડિયું પવન ફૂંકાશે, જાણો તમારા શહેરમાં ઠંડી વધશે કે ઘટશે?

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી પૂર્ણ થતાની સાથે જ વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્યમાં પવનની દિશા બદલાતા આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં મિશ્ર અસરો જોવા મળશે. જો કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે. જેથી રાહદારીઓ, સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

App Store

પવનની દિશા બદલાતા તાપમાનમાં વધઘટ

રાજ્યમાં અત્યારે ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોની અસરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં અસમાનતા જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનોની ગતિને લીધે અમુક વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અહેસાસ થશે, જ્યારે પવનની અસર ઓછી હોય તેવા વિસ્તારોમાં પારો ઊંચકાતા તાપમાનમાં વધારો અનુભવાશે.

નલિયા અને અમદાવાદની સ્થિતિ

નલિયા: કચ્છનું નલિયા ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી સુધી ગગડ્યું છે.

અમદાવાદ: રાજ્યના પાટનગર અમદાવાદમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અનુભવ થઈ શકે છે.

હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહ સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી શકે છે.