VIDEO: થલતેજના રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ
સોર્સ : gstv
અમદાવાદના થલતેજના રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 50થી વધુ સોસાયટીઓના રહીશોએ કાઉન્સિલર હિતેશ બારોટને ઉગ્ર રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. ટીપી સ્કીમ નંબર 37ના ફાઇનલ પ્લોટ નંબર 122 અને 123માં સિવિક સેન્ટર માટે અનામત જમીન પર ઔદ્યોગિક કાર્યો ચાલતાં અવાજ-હવા પ્રદૂષણ, ટ્રાફિક અને 200થી વધુ વૃક્ષોના નિકંદનની સમસ્યા સર્જાઈ છે.
ભગુભાઈ પટેલ, મનસુખ વઘાસીયા સહિતના આગેવાનોએ 2 મે 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા અને વિસ્તારનું રહેણાંક સ્વરૂપ જાળવવાની માંગ કરી છે. કાર્યવાહી નહિ થાય તો વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.

