VIDEO: જીસીએએસ પોર્ટલ સામે એબીવીપીનો મોરચો
સોર્સ : gstv
અમદાવાદમાં જીસીએએસ પોર્ટલની વ્યાપક ટેકનિકલ ખામીઓને કારણે એબીવીપી દ્વારા શિક્ષણ તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને પડી રહેલી ભારે મુશ્કેલીઓને લઈને એબીવીપી કર્ણાવતી મહાનગરના કાર્યકરોએ યુનિવર્સિટી નજીક આવેલી કેસીજી કચેરી ખાતે એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો અને રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં પોર્ટલની તમામ ટેકનિકલ ખામીઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા અને ઓનલાઈન વ્યવસ્થા સુધારવા માટે માંગણી કરવામાં આવી છે. સંસ્થાના પદાધિકારીઓએ સરકારને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાઓનું નિવારણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તેજ અને ઉગ્ર બનાવવામાં આવશે.

