'વન નેશન વન ઇલેક્શન'ના પ્રસ્તાવ સામે કોંગ્રેસેનો ઉગ્ર વિરોધ, અમિત ચાવડાએ લગાવ્યો આક્ષેપ
સોર્સ : gstv
'વન નેશન વન ઇલેક્શન'ના પ્રસ્તાવ સામે ગુજરાત કોંગ્રેસે પણ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ બિલ સત્તાનું કેન્દ્રીકરણ કરવાના આશયથી લાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમજ તેની જોગવાઈઓથી મોટું નુકસાન થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
આ પ્રક્રિયાથી મતદારો ભ્રમિત થશે અને સ્થાનિક સંસ્થાઓ તેમજ લોકોના મતાધિકાર સીમિત થઈ જશે. આ ઉપરાંત બિલમાં મધ્યવર્તી ચૂંટણી અને ખર્ચ અંગે કરાયેલી જોગવાઈઓ જમીની હકીકતથી તદ્દન વિપરીત છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ બિલથી રાષ્ટ્રીય નકારાત્મક મુદ્દાઓ સામે રાજ્યોના સ્થાનિક અને પાયાના પ્રશ્નો દબાઈ જશે.

