VIDEO: રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ મેટ્રો ટ્રેનમાં કરી મુસાફરી, ઈંધણની બચત કરવા લોકોને કરી અપીલ
સોર્સ : gstv
રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ સામાન્ય નાગરિકની જેમ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાની અપીલ ઝીલીને, ઇન્ચાર્જ ડીજીપી અમદાવાદના રાણીપ ખાતે આવેલા પોતાના નિવાસસ્થાનેથી ગાંધીનગર પોલીસ ભવન સુધી મેટ્રો મારફતે પહોંચ્યા હતા.
મુસાફરી દરમિયાન તેમણે કોટેશ્વર મેટ્રો સ્ટેશનનું આકસ્મિક નિરીક્ષણ કરીને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા પણ કરી હતી. પ્રવર્તમાન સ્થિતિમાં ઇંધણની બચત કરવા અને પર્યાવરણના રક્ષણ માટે સામાન્ય જનતા પણ વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તેવી અપીલ સીએમઓ અને પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે.

