VIDEO: અમદાવાદમાં ખાખીનો ડર ગાયબ? નારોલમાં પોલીસની હાજરીમાં મહિલાઓ પર હુમલો, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
VIDEO: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી બાગ-એ-કૌશર રૉ-હાઉસ સોસાયટીમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના બની છે. એક સામાન્ય અકસ્માતની તકરાર બાદ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે અસામાજિક તત્વોએ પોલીસની હાજરીમાં જ મહિલાઓ પર હુમલો કર્યો હતો.
પોલીસની હાજરીમાં હુમલો અને સીસીટીવી ફૂટેજ
ઘટનાની જાણ થતા નારોલ પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસની હાજરીમાં જ કેટલાક શખ્સો લાકડીઓ લઈને ગુંડાગીરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે હુમલાખોરો બેફામ બનીને મહિલાઓ પર હુમલો કરી રહ્યા હતા. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે આ આતંક પાછળ 'આયેશા ઉર્ફે આશા ગેંગ'નો હાથ છે.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
આ મામલે નારોલ પોલીસે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ હિંસક ઘટનામાં સામેલ નીચે મુજબના પાંચ શખ્સોની ધરપકડ કરી છે:
નદીમખાન પઠાણ
નજીર પઠાણ
શબનમ પઠાણ
ફલક પઠાણ
ઉસામા શેખ
પોલીસની હાજરીમાં થયેલા આ હુમલાને કારણે સ્થાનિક રહીશોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

