VIDEO: ભાજપના 3 દાયકાના શાસનમાં ગુજરાત પર કુપોષણ લાંછન: કોંગ્રેસ
VIDEO: નવનિયુક્ત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં કુપોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને જણાવ્યું કે,ગુજરાત સ્થાપના દિવસથી વિકાસમાં અગ્રેસર આજે પણ ગુજરાત પર કુપોષણનું લાંછન છે. કેગના અહેવાલમાં કુપોષણની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મોદી મોડલના ગુજરાતમાં કુપોષણ આજે પણ યથાવત્ છે. પ્રજાના ટેક્સના કરોડોના ખર્ચ બાદ કુપોષણ ગુજરાતમાં છે. કરોડોના ખર્ચ બાદ આદિવાસી જિલ્લામાં કુપોષણનું પ્રમાણ છે. ગુજરાતની વસ્તી પ્રમાણે પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી. અનેક કેન્દ્રો ભાડાના મકાનમાં અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.
આ કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. લાઈટ. પાણી કે ટોઈલેટની વ્યવસ્થા નથી. સરકાર ખરીદી કરી ભ્રષ્ટાચાર કરવામાં મસ્ત છે. ભીડ ભેગી કરવાની હોય ત્યારે આંગણવાડીની બહેનોનો ઉપયોગ કરે છે. કોર્ટના આદેશ છતાં પૂરતો પગાર આપવામાં સરકાર ગંભીર નથી. 20 ટકા બાળકો યોજનાનો લાભ લઈ શકતા નથી. સરકાર તેનો સરવે કરી લાભ આપે તે જરુરી છે. ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ખુલ્લે આમ લુંટ હત્યા ચોરી અને મહિલા અત્યાચાર થાય છે.
કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસનું નિવેદન આ સરકાર ઇવેન્ટ મેનેજમેન્ટની સરકાર છે દરેક કાર્યક્રમ ને ઇવેન્ટમાં કન્વર્ટ કરે છે. આઈસીડીએસના યોજનાનો હેતુ કુ પોષણ દૂર કરવાનો છે. મોટા ભાગની આંગણવાડી ૩૦ ટકા બાળકોની જ હાજરી હોય છે.

