Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Gang caught selling dummy items from Amazon-Flipkart, opening packets with chemicals and playing around

VIDEO: Amazon-Flipkartની ઓરિજિનલ વસ્તુ કાઢી ડમી પધરાવતી ગેંગ ઝડપાઈ, કેમિકલથી પેકેટ ખોલી આ રીતે ખેલ પાડતા

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે છેતરપિંડી કરતી એક રીઢા ગુનેગારોની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ ખૂબ જ શાતિર રીતે ઓરિજિનલ પ્રોડક્ટની ડમી પ્રોડક્ટ સાથે અદલાબદલી કરી કંપનીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવતી હતી.

App Store

કેમિકલથી ખોલતા હતા પેકેટ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ નરોડા ખાતેની ઓફિસમાં ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને કંપનીના પેકેજ ખોલતા હતા. આ કેમિકલથી પેકેટ એવી રીતે ખુલતું કે આગળ કોઈને ખબર જ ન પડે કે તેની સાથે છેડછાડ થઈ છે. ઓરિજિનલ વસ્તુ કાઢી લીધા બાદ તેમાં ડમી વસ્તુ મૂકી દેવામાં આવતી અને ત્યારબાદ પાર્સલને ફરીથી સીલ કરી દેવાતું હતું.

ગેંગનો 'માસ્ટરપ્લાન'

આ ગેંગનો માસ્ટરપ્લાન એવો હતો કે તેઓ પોતે જ ઓર્ડર પ્લેસ કરતા અને તેમનો જ માણસ ડિલિવરી બોય તરીકે તે પાર્સલ પહોંચાડવા જતો. આ ગેંગના સભ્યો વિશાલ બાવરી (અમદાવાદ), મનોજ (વડોદરા) અને વિશાલ પંચાલ (સુરત) માં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. પાર્સલમાંથી સામાન બદલી નાખ્યા બાદ 'ડમી પ્રોડક્ટ નીકળી છે' તેવું ખોટું કારણ દર્શાવી પાર્સલ રિટર્ન કરી દેવામાં આવતું અને કંપની પાસેથી રિફંડ મેળવી લેવાતું હતું.

7 આરોપીઓની સંડોવણી

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.વી.ઢોલાના જણાવ્યા મુજબ, આ કેસમાં કુલ સાત આરોપીઓ સામેલ છે, જેમાંથી મોટાભાગના રાજસ્થાનના જાલોરના વતની છે. આરોપી રોમિલ આઈડી-પાસવર્ડ બદલીને ઓર્ડર કરતો હતો, જ્યારે ઋષિપાલ ડમી પ્રોડક્ટ લાવવાનું કામ કરતો હતો. ગોડાઉનના સંચાલકોને શંકા જતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો અને આખરે આ કૌભાંડનો પર્દાફાશ થયો