Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Father of deceased in Bopal suicide case says he must have taken the step out of worry

VIDEO: બોપલ આત્મહત્યા મામલે મૃતકના પિતાએ જણાવ્યું કે ચિંતામાં હોવાના કારણે લીધું હશે પગલું

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના અમદાવાદમાંથી  ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  અમદાવાદના બોપલમાં રો હાઉસમાં થયેલા ફાયરિંગમાં કલ્પેશ ટુડિયાનું માથામાં ગોળી વાગવાથી મોત નીપજ્યું છે.પોલીસને મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઈડ  નોટ મળી આવી હતી.

App Store

આ ઘટના આત્મહત્યા છે કે અન્ય કારણોસર તેની તપાસ

જેના આધારે આ ઘટના આત્મહત્યા છે કે અન્ય કારણોસર તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ આ મામલે તેમના પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ચિંતામાં હશે તે  હિસાબે આત્મહત્યા કરી છે. મને નવ વાગ્યો કોલ કરવામાં આવ્યો હતો. મારા પુત્રની પત્નીએ કોલ કર્યો હતો ત્યારે મને જાણ થઈ હતી.

શું હતી ઘટના? 

અમદાવાદમાં મંગળવારે (5 ઓગસ્ટ) મોટી રાત્રે બોપલ વિસ્તારમાં કબીર એન્ક્લેવ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કલ્પેશ ટુંડીયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે બે વ્યક્તિઓ કલ્પેશના નિવાસસ્થાને આવ્યા હતા. આ દરમિયાન કલ્પેશની પત્ની અને દીકરી સાથે ઘરમાં નીચે હતો. થોડીવાર બાદ બંનેને ગોળીનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોયું કે, ગોળી વાગવાના કારણે કલ્પેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

સ્યુસાઇડ નોટથી ગુંચવાયો કેસ

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. પરંતુ, જે હથિયારથી તેનું મોત નિપજ્યું છે, તે હથિયાર હજું સુધી મળ્યું નથી. જેના કારણે કેસની ગુંચવણ વધી છે. હાલ, પોલીસ તપાસ કરી રહી છે કે, શું કલ્પેશે આપઘાત કર્યો હતો કે, કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી? જોકે, આ મામલે એવી પણ શક્યતા છે કે, કોઈ સંબંધી અથવા પરિચિત દ્વારા ગભરાહટમાં અથવા જાણીજોઈએન હથિયારને ઘટનાસ્થળેથી દૂર કરવામાં આવ્યું હોય. પોલીસ હાલ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે.'