Ahmedabad news: બોપલમાં રાત્રે ફાયરિંગ, શેરબજાર ધંધાર્થીનો ભેદી સંજોગોમાં આપઘાત

અમદાવાદના બોપલમાં મંગળવારે રાત્રે 41 વર્ષના શેરબજારના ધંધાર્થીએ પોતાના લમણે ગોળી મારીને આપઘાત કરી લીધાની ઘટના બની છે. કબીર એન્કલેવ પાસે આવેલા શિવાલય રો-હાઉસમાં બનેલી ઘટનામાં કલ્પેશ ટુંડિયા નામના 41 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો છે.અમદાવાદ જેવા શહેરોમાં ફાયરિંગ અને ઘાતક હથિયારો લઈને ફરતા ગુંડાઓના સમાચાર જાણે સામાન્ય બની રહ્યા છે. એવામાં શહેરમાંથી વધુ એક ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે.
મુજબ અંતિમ પગલું ભરાયું તે પહેલાં બે વ્યક્તિ કોણ હતા?
પોલીસને પ્રાથમિક વિગતો મળી છે, તે મુજબ અંતિમ પગલું ભરાયું તે પહેલાં બે વ્યક્તિ કોણ હતા? તેનું રહસ્ય સર્જાયું છે. જો કે, મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી છે. તો બીજી તરફ તે દિશામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી છે.બોપલમાં આંબલી રોડ પર આવેલા કબીર એન્કલેવ પાસે શિવાલય રોહાઉસમાં રાત્રે 10.30 વાગ્યે ફાયરિંગ થયું હોવાનો મેસેજ અમદાવાદ ગ્રામ્ય અને શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને 10.40 વાગ્યાના અરસામાં મળ્યો હતો.
કારમાં કોઈ બે વ્યક્તિઓ મૃતકને મળવા આવી હતી
સુત્રોના જણાવ્યા અનુસાર કલ્પેશ ટુંડિયાએ અંતિમ પગલું ભર્યું તેના થોડા સમય પહેલાં કારમાં કોઈ બે વ્યક્તિઓ મળવા માટે આવ્યાં હતા. આ તરફ સ્યુસાઈડ નોટ મળી અને બીજી તરફ બે વ્યક્તિઓ મળવા આવ્યા હતા તે પછી ફાયરિંગની ઘટના બની હતી. શેરબજાર હાલક ડોલક છે તેવા સમયમાં સ્ટોક માર્કેટના ધંધાર્થીએ જીવન ટૂંકાવવું પડ્યું છે, તે પાછળના કારણો જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

