Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Farmers in Dholka facing hardship due to shortage of urea fertilizer

VIDEO: ધોળકામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જગતના તાત ખેડૂતને યુરિયા ખાતરની ભારે અછત પડી રહી છે.  ધોળકા તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર લેવા માટે ડેપો પર જાય છે, ત્યારે ડેપો પર ટોકન આપવામાં આવે છે ટોકન  સિસ્ટમ હોવાથી લાઈનમાં રહેવું પડે છે. ખેડૂતોને કહેવું છે કે, એક ખેડૂત આધારકાર્ડ આપે તો પાંચ બોરી ખાતર આપવામાં આવે છે. પરંતુ 50 કે 100 વીઘાના ખેડૂતને આ પાંચ બોરી ખાતરથી કેવી રીતે પોસાય ખેડૂતો રોજે રોજ ધક્કા ખાય છે. 

App Store

યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતો જણાવે છે કે, એપીએમસીમાં આવેલા ડેપો ઉપર પંદર દિવસે મહિને એકવાર ગાડી આવે છે, ડેપોના જવાબદારો પણ કહે છે કે અમે ખાતર મંગાવતા જ નથી આ તો સરકાર મોકલે છે એટલે અમે ખેડૂતોને આપીએ છીએ છે બાકી અમારે ખાતરની જરૂર જ નથી એવા જવાબો આપે છે. તો જગતના તાંતને યુરિયા ખાતરની જરૂર હોય તો ક્યાં જાય  જવાબદારો જ આવા જવાબ આપતા હોય અને જાણી જોઈને ખાતર ના મંગાવતા હોય તો  ખેડૂતો ખાતર ક્યાંથી લાવશે કઈ રીતે પોતાના પાકમાં ખાતર નાખી ઉપજ લઈ ડબલ આવક કરશે તે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સમયસર અને જરૂરિયાત મુજબ યુરિયા ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે