VIDEO: પરીક્ષાનું પરિણામ એ જીવનનું અંતિમ પરિણામ નથી, અમદાવાદ શહેરના DEOએ ચિંતા વ્યકત કરી
સોર્સ : gstv
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધાયમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું ગઈકાલે પરિણામ આવ્યુ. જે બાદ અમદાવાદના નારોલ વિસ્તારમાં નબળુ પરિણામ આવતા વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ ચિંતા વ્યકત કરીઅને કહ્યું કે, પરીક્ષાનું પરિણામ એ જીવનનું અંતિમ પરિણામ નથી. નિષ્ફળતાથી ડરીને કે ચિંતામાં આવી આવું આત્મઘાતી પગલું ભરવાની જરાય જરૂર નથી.

