Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : illegal units polluting Sabarmati river, bulldozers run over 19 washing ghat

VIDEO: સાબરમતી નદીને પ્રદૂષિત કરતા ગેરકાયદે એકમો પર લાલ આંખ, 19 જેટલા ધોબીઘાટ પર ચાલ્યું બુલડોઝર

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં સાબરમતી નદીને પ્રદૂષિત કરતા ગેરકાયદેસર એકમો પર મ્યુનિસિપલ કોર્પોરેશનને લાલ આંખ કરી છે. તેમજ 19 જેટલા ધોબીઘાટ એકમો પર બુલડોઝર ફેરવ્યુ છે. AMC અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ બાદ પણ ધોબી ઘાટ પરથી નદીમાં સીધું પ્રદૂષિત પાણી ઠાલવતા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

App Store

છેલ્લા એક વર્ષથી ધમધમતા આ એકમો સામે નદીની શુદ્ધતા જાળવવા આ કડક કાર્યવાહી કરાઈ છે. જોકે, ધોબી ઘાટના સંચાલકોએ સ્વીકાર્યું છે કે તેઓ પાણી નદીમાં નાખતા હતા, પણ સાથે જ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં ઘણી મોટી ફેક્ટરીઓ પણ બાયપાસ લાઈનો દ્વારા પ્રદૂષિત પાણી ઠાલવે છે, છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.