Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: 13,622 students got seats under Right to Education in Ahmedabad, strict instructions issued to schools by the administration

VIDEO: અમદાવાદમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 13,622 જેટલા વિદ્યાર્થીઓને સીટ મળી, તંત્ર દ્વારા શાળાઓને કડક સૂચના

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશની પ્રક્રિયા તેજ બની છે. પ્રથમ રાઉન્ડના અંતે કુલ મંજૂર થયેલા 38,334 ફોર્મમાંથી 13,622 જેટલા વિદ્યાર્થીઓને શાળાઓમાં સીટ ફાળવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે, તેમણે આગામી 12 તારીખ સુધીમાં પોતાની શાળામાં જઈ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ, ખાલી પડેલી બેઠકો માટે બીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે.

App Store

તંત્ર દ્વારા શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે કે પ્રવેશ સમયે વાલીઓ પાસેથી કોઈ પણ પ્રકારના વધારાના ડોક્યુમેન્ટ માંગવા નહીં. જો કોઈ શાળા ડોક્યુમેન્ટના બહાને એડમિશનમાં આનાકાની કરશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જો આવક મર્યાદા બાબતે કોઈ શંકા હોય, તો શાળાએ નિયત પદ્ધતિ મુજબ જ તપાસ કરવાની રહેશે, પરંતુ વિદ્યાર્થીનો પ્રવેશ રોકી શકાશે નહીં.