VIDEO: અમદાવાદ DEO કચેરી ખાતે 'ડમી સ્કૂલો' સામે વિરોધ; ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન મેદાને
સોર્સ : GSTV
અમદાવાદમાં DEO કચેરી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ અને ડે સ્કૂલો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભ્યો એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ ઉગ્ર રીતે રજૂ કરી હતી. ડમી સ્કૂલો બંધ કરાવવા અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા એસોસિએશને જોરદાર માંગણી કરી છે. અમદાવાદ શહેરના DEOને આવેદનપત્ર આપીને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

