VIDEO: બોપલની સત્યમેવ જયતે ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓને લેગિંસ પહેરવાને લઈને વિવાદ
VIDEO: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં શાળાની વિદ્યાર્થીનિઓને સ્કર્ટ નીચે લેગિંસ નહિ પહેરવાને લઈ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા બહાર વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓના જણાવ્યા પ્રમાણે શોર્ટ સ્કર્ટ નીચે લેગિંસ પહેરે તો સ્કૂલ તરફથી પનિશમેન્ટ અપાતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
વિદ્યાર્થિનીઓને શાળાના યુનિફોર્મમાં લેગિંસ નહીં પહેરવાનું કહીં ધમકાવતા હોવાનો પણ વાલીઓએ આરોપ મૂક્યા હતા. આ ઉપરાંત સ્કૂલમાં શોર્ટ સ્કર્ટ જ પહેરવા વિદ્યાર્થીનીઓ દબાણ કર્યા હોવાનો વાલીઓનો આક્ષેપ કર્યા હતા. જેથી સત્યમેવ જયતે સ્કૂલના આચાર્યએ જણાવ્યું કે, જો વાલીઓ સ્કૂલમાં લેગિંસ પહેરવા અંગે લેખિતમાં આપશે તો સ્કૂલ ચોક્કસ નિર્ણય લેશે. શાળામાં છેલ્લા 20 વર્ષથી એકપણ વખત યુનિફોર્મમાં બદલાવ નથી લાવવામાં આવ્યો.

