Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: As the temperature rises in Ahmedabad, there is a surge in 'fire' calls! More than 450 incidents in 45 days

VIDEO: અમદાવાદમાં ગરમીનો પારો ચઢતા જ 'આગ'ના કોલમાં ઉછાળો! 45 દિવસમાં 450થી વધુ ઘટનાઓ

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉનાળો પોતાની ચરમસીમાએ પહોંચતાની સાથે જ અમદાવાદ શહેરમાં આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમદાવાદ ફાયર વિભાગના આંકડાઓ મુજબ, સામાન્ય દિવસોની સરખામણીએ ગરમીના સમયમાં આગના કોલમાં 10થી 20 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ પર નજર કરીએ તો, માર્ચ માસમાં નાના-મોટા થઈ કુલ 316 કોલ મળ્યા હતા, જ્યારે એપ્રિલ માસના માત્ર પ્રથમ 15 દિવસમાં જ 140 કોલ નોંધાઈ ચૂક્યા છે.

App Store

આગ લાગવા પાછળના મુખ્ય કારણો
ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, ઉનાળામાં એસી (AC) તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ ખૂબ વધી જાય છે. બહારનું તાપમાન વધુ હોવાને કારણે મશીનરી જલ્દી ગરમ થાય છે અને વાયરીંગ પર લોડ આવતા સૉર્ટ સર્કિટના કિસ્સા બને છે. આ ઉપરાંત, શહેરમાં વધતો કાચની ઇમારતોનો ટ્રેન્ડ પણ જોખમી સાબિત થઈ રહ્યો છે. કાચ ગરમ થવાને કારણે ગરમી રિફ્લેક્ટ થાય છે અને ઇમારતની અંદરની ગરમી પણ ભેગી થતાં આગ લાગવાની શક્યતા વધી જાય છે. ઘર અને ઓફિસની સાથે વાહનોમાં પણ આગ લાગવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

ટેક્નોલૉજીના આ યુગમાં આપણે અનેક ઉપકરણો વાપરીએ છીએ, પરંતુ તેની સુરક્ષા બાબતે બેદરકારી દાખવીએ છીએ. સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા આગના વીડિયો તંત્ર માટે જાગૃતિ લાવવા મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે.