Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Allegations that students were kept locked in rooms due to teachers' strike at Diwan Ballubhai School in Kankaria

VIDEO: કાંકરિયાની દીવાન બલ્લુભાઈ શાળામાં શિક્ષકોની હડતાળને લીઘે વિદ્યાર્થીઓને રૂમમાં ગોંધી રખાયાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલી અને જાણીતી દીવાન બલ્લુભાઈ શાળામાં આજે સોમવારે સવારથી જ પગાર વધારાની માંગ સાથે શિક્ષકો હડતાળ પર ઉતરી ગયા હતા. જેને લઈને વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે રૂમમાં ગોંધી રાખ્યાનો આક્ષેપ લાગ્યા છે. વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે સવારથી બપોર સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. આ દરમ્યાન એનએસયુઆઈના નેશનલ  સેક્રેટરી દીવાન બલ્લુબાઈ શાળા પહોંચ્યા હતા. ત્યારબાદ શાળાના શિક્ષકોની હડતાળ અંગે જાણકારી મેળવી હતી. 

App Store

એનએસયુઆઈએ જયારે શાળા સંચાલક અને ટ્રસ્ટીનો સંપર્ક સાધ્યો ત્યારે શાળાના ટ્રસ્ટી દ્વારા જણાવી દેવામાં આવ્યું કે, આ શાળાનો વિષય છે અને પગાર વધારા અંગે અમે શિક્ષકોને મળીને જરૂરી પગલાં લેશું. આ દરમ્યાન જો કે એનએસયુઆઈએ શિક્ષણાધિકારીનો સંપર્ક સાધ્યો અને આ અંગે જણાવ્યું હતું. એનએસયુઆઈએ શિક્ષણાધિકારીને આવી શાળા પર કાર્યવાહીનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાં ગોંધી રાખ્યા અને કંઈ થાય તો જવાબદારી કોની તેમ ભારપૂર્વક એનએસયુઆઈ દ્વારા જણાવાયું હતું.