VIDEO: અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
VIDEO: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં SC,ST,OBCના વિદ્યાર્થીઓના અનામત બેઠકો હેઠળ પ્રવેશ ન અપાતા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ કૉલેજ પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધમાં જોડાયા હતા.
સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આજે સોમવારે 11 ઓગસ્ટે NSUIના કાર્યકરો એકઠા થઈને કૉલેજ દ્વારા અનામત નીતિનું યોગ્ય પાલન નથી કરવામાં આવ્યું તેવા આક્ષેપ સાથે વિરોધ કરાયો હતો. જેના લીધે SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને તેમના હક્કનું એડમિશન મળતું નથી તેવી રજૂઆત કરી હતી. NSUI કાર્યકર્તાઓએ કૉલેજ વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક આ અંગે ન્યાય કરવા જણાવ્યું હતું. કાર્યકરો એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને એડમિશન ન આપવાનો વિરોધ કર્યો હતો.

