Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: A new treat for Ahmedabad residents, a glimpse of Singapore's famous 'Gardens by the Bay' will be seen on the riverfront

VIDEO: અમદાવાદીઓ માટે નવું નજરાણું, રિવરફ્રન્ટ પર જોવા મળશે સિંગાપુરના પ્રખ્યાત 'ગાર્ડન્સ બાય ધ બે'ની ઝલક

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્માર્ટ સિટી અમદાવાદના રિવરફ્રન્ટ પર હવે સિંગાપુરના પ્રખ્યાત 'ગાર્ડન્સ બાય ધ બે'ની ઝલક જોવા મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉસ્માનપુરા ગાર્ડન ખાતે આ અદ્યતન પ્રોજેક્ટ સાકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 46 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ ગાર્ડન બે વર્ષમાં તૈયાર થઈ જશે. આ ગાર્ડનની સૌથી મોટી વિશેષતા તેનું આકર્ષક કાચનું સ્ટ્રક્ચર અને તેની અંદર નિર્મિત 'આર્ટિફિશિયલ ક્લાઉડ એટમોસ્ફિયર' હશે. અહીં મુલાકાતીઓ 110 પ્રકારના વૈવિધ્યસભર વૃક્ષોની સાથે સ્કાય વૉક અને મનમોહક ફાઉન્ટેનનો આનંદ માણી શકશે. રાત્રિના સમયે આકર્ષક લાઇટિંગ આ સ્થળને વધુ ભવ્ય બનાવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ અમદાવાદના પર્યટનમાં એક નવું નજરાણું ઉમેરાશે.

App Store