VIDEO: અમદાવાદ શહેરમાં AMTSની 390 ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે
સોર્સ : GSTV
VIDEO: અમદાવાદ શહેરની શાન ગણાતી AMTS બસ હવે ઈલેકટ્રીક થવા જઈ રહી છે. એટલે કે પ્રદૂષણ રહીત. જેથી આગામી દિવસોમાં AMTSની ઈલેકટ્રીક બસો દોડશે. હાલ સીએનજી એએમટીએસ બસ ચાલે છે પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકાના એએમટીએસ વિભાગ દ્વારા નવી ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે.
એએમટીએસ દ્વારા પોતાની 330 ઈલેક્ટ્રિક બસ અને બીઆરટીએસ પાસેથી 60 બસ લેવામાં આવશે.જેથી કુલ 390 બસ દોડશે. અગાઉ બીઆરટીએસમાં ઈલેક્ટ્રીક બસ મૂકવામાં આવી હતી ત્યારે હવે એએમટીએસ દ્વારા પોતાના રૂટ ઉપર પણ સીએનજી બસની સાથે ઈલેક્ટ્રીક બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવતા જાન્યુઆરી મહિના દરમિયાન એએમટીએસની ઈલેક્ટ્રીક બસો રૂટ ઉપર દોડતી થઈ જશે.

