VIDEO: અમદાવાદમાં RSS કાર્યાલય ખાતે મંત્રીઓ અને કાર્યકર્તાઓની વિવિધ સમૂહ બેઠક યોજાઈ
સોર્સ : gstv
અમદાવાદ સ્થિત RSS કાર્યાલય ખાતે વિવિધ ક્ષેત્રોને આવરી લેતી એક મહત્વપૂર્ણ સમુહ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં બે વખત યોજાતી આ વિશેષ બેઠકમાં સવારથી જ આર્થિક, આરોગ્ય, શ્રમ, કૃષિ અને સેવા સમુહ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં લઘુ ઉદ્યોગ ભારતી, સહકાર ક્ષેત્ર, ભારતીય મજદૂર સંઘ, ભારત વિકાસ પરિષદ તેમજ નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન જેવા સંગઠનોના પ્રમૂખ પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકની ખાસિયત એ રહી કે તેમાં હાજર રહેલા મંત્રીઓએ પણ પોતાના હોદ્દાને બાજુ પર રાખીને એક સામાન્ય સંઘ કાર્યકર્તા તરીકે હાજરી આપી હતી.

